Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સુરતના વરાછા વિસ્‍તારની હાઇરાઇઝ બિલ્‍ડીંગમાંથી મોંઘા બુટની ચોરીનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

આધેડ ઉંમરની વ્‍યકિત ઘરની બહાર રહેલા બુટની ચોરી કરી ફરાર થઇ જતો દેખાયો

સુરતઃ સુરત શહેરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. તસ્કરો સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતા હોય છે પરંતુ હવે સુરત શહેરમાં લોકોના મોંઘાદાટ બુટની ચોરી થવાની ઘટના પણ સામે આવી રહી છે. ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં એક ઈસમ મોંઘા બુટની ચોરી કરી ફરાર થઈ જતો દેખાઈ રહ્યો છે.

સુરત શહેરમાં તસ્કરો લોકોના ઘર ઓફિસને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ જવાની ઘટનાઓ તો સામે આવી જ રહી છે. પરંતુ હવે લોકોના બુટ પણ ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે બુટની ચોરી વળી ? તો જી હા સુરતમાં લોકોના મોંઘાઘાટ બુટ પણ ચોરી થઈ રહ્યા છે અને આવી જ એક ચોરીના સીસીટીવી ફૂટેજ પણ શૉશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હાઇરાઈઝ બિલ્ડીંગમાંથી લોકોના મોંઘાદાટ બુટની ચોરી થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક આધેડ ઉંમરનો વ્યક્તિ લોકોના ઘરની બહાર રહેલા બુટની ચોરી કરી ફરાર થઇ જતો દેખાઈ રહ્યો છે. આ સીસી ફૂટેજ હાલ શૉશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે બુટ ચોરી થવા જેવી ઘટનાઓમાં લોકો પોલીસ ફરિયાદ કરવાનું મોટા ભાગે ટાળી દેતા હોય છે તો બીજી તરફ આવી રીતે મોંઘા દાટ બુટ ચંપલ ચોરી કરી ચોર બજારમાં વેચી દેતા હોવાની વાત પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. બુટ ચોરીના આ સીસીટીવી ફૂટેજ હાલ શૉશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આવા ચોરો પકડાઈ તેવી લોકમંગ ઉઠવા પામી છે.

(5:42 pm IST)