Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

શાઓમી ઈન્‍ડિયા સ્‍માર્ટફોન- રેડમી ૧૨સી અને રેડમી નોટ-૧૨ ૩૦મીએ લોન્‍ચ થશે

(કેતન ખત્રી), અમદાવાદઃ દેશની અગ્રણી સ્‍માર્ટફોન બ્રાન્‍ડ શાઓમી ઈન્‍ડિયા ભારતીય ઉપભોક્‍તાઓ માટે  બે નવા બજેટ સેગમેન્‍ટ સ્‍માર્ટફોન્‍સ રેડમી ૧૨C અને રેડમી નોટ ૧૨ના લોન્‍ચ માટે સુસજ્જ છે. ઈમાનદાર કિંમતે અસમાંતર વિશિષ્ટતાઓ પૂરી પાડવાની શાઓમીની બેજોડ કટિબદ્ધતાને સાર્થક કરતાં આ સ્‍માર્ટફોન્‍સ ટેકનોલોજીના પાવરહાઉસ છે.

રેડમી ગૃહના બે ડિવાઈસીસ બજેટ અનુકૂળ કિંમતે ગ્રાહકોની લાસ્‍ટ- માઈલ આવશ્‍યકતાઓને પહોંચી વળવા માટે વ્‍યાપક ઓફર છે. રેડમી ૧૨Cનું ભારતમાં પદાર્પણ સ્‍ટાઈલિશ ડિઝાઈન અને મજબૂત મિડિયાટેક હેલિયો G૮૫ ચિપસેટ સાથે આવે છે, જે સેગમેન્‍ટમાં તેને સૌથી ઝડપી સ્‍માર્ટફોનમાંથી એક બનાવે છે. દરમિયાન રેડમી નોટ ૧૨ ભારતમાં લોન્‍ચના બે મહિનામાં રૂ. ૧૦૦૦+ કરોડના વેચાણનો ક પાર કરનાર સુપરનોટ રેડમી નોટ ૧૨ સિરીઝની ભરપૂર સફળતા પર નિર્મિત છે.

(4:55 pm IST)