Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

એશિયન પેઈન્‍ટ્‍સ બજેટ મેં ફિટ ટ્રેક્‍ટર :નવી કેમ્‍પેઈનમાં શૌક કી નો લિમિટને પ્રમોટ

(કેતન ખત્રી), અમદાવાદઃ ઘર માલિકો માટે આકર્ષક ઘર હોવું તે તેમના સામાજિક દરજ્‍જા અને સન્‍માનની વાત આવે ત્‍યારે અત્‍યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. જોકે બજેટની ખેંચને લીધે મોટે ભાગે તેઓ સસ્‍તા પેઈન્‍ટ વિકલ્‍પો અપનાવવા મજબૂર બને છે, જેને લીધે ગુણવત્તા સાથે બાંધછોડ થાય છે. આ સમસ્‍યાને પહોંચી વળતાં એશિયન પેઈન્‍ટ્‍સ ટ્રેક્‍ટર સ્‍પાર્ક અને એસ સ્‍પાર્ક ઈમલ્‍ઝન કિફાયતી પેઈન્‍ટ્‍સ છે, જે અંદરની અને બહારી દીવાલો માટે સમળદ્ધ ફિનિશ પ્રદાન કરવાનું વચન આપે છે.

આ પેઈન્‍ટ્‍સ સસ્‍તા ડિસ્‍ટેમ્‍પર / સ્‍થાનિક પેઈન્‍ટ્‍સ અને મોંઘા, ઉચ્‍ચ ગુણવત્તાના ઈમલ્‍ઝન પેઈન્‍ટ્‍સ વચ્‍ચે અંતર દૂર કરવા માટે તૈયાર કરાયાં છે.બ્રાન્‍ડ્‍સને પ્રમોટ કરવા માટે એશિયન પેઈન્‍ટ્‍સ દ્વારા ‘બજેટ મેં ફિટ. શૌક કી નો લિમિટ' કેમ્‍પેઈન રજૂ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું  છે.

(3:36 pm IST)