Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

વટામણ ગામમાં રામનવમીથી ભાગવત જ્ઞાનયજ્ઞ : હનુમાન જયંતીએ શોભાયાત્રા

રાજકોટવાળા નિરંજની ઘનશ્‍યામદાસબાપુ જ્ઞાનગંગા વહેવડાવશે

રાજકોટ તા. ૨૮ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામમાં રણછોડરાયજી મંદિર અને ગામ સમસ્‍ત દ્વારા ગામમાં તા. ૩૦ માર્ચ રામનવમીથી તા. ૫ એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. શ્રી રણછોડદાસજી મઢીના જીર્ણોધ્‍ધાર તથા સંત શ્રી રામદાસજી અને ત્રિવેણીદાસજી બાપુની મૂર્તિ સ્‍થાપનાના હેતુથી યોજાયેલ આ કથાના વ્‍યાસાસને મૂળ સૂર્યપ્રતાપગઢ ગામવાળા હાલ રાજકોટ નિવાસી સુપ્રસિધ્‍ધ કથાકાર શ્રી નિરંજની ઘનશ્‍યામદાસબાપુ બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે. પ્રારંભે પોથીયાત્રા તા. ૩૦મીએ બપોરે ૨.૩૦ વાગ્‍યે શ્રી રણમુકતેશ્વર મહાદેવ મંદિરથી નીકળી કથા સ્‍થળે પહોંચશે. કથામાં તા. ૨ એપ્રિલ રવિવારે સાંજે ૫ વાગ્‍યે નંદોત્‍સવ અને તા. ૪ના શ્રી કૃષ્‍ણ - રૂક્ષ્મણી વિવાદ પ્રસંગ ઉજવાશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. કથા વિરામ તા. ૫ બુધવારે સાંજે ૬ વાગ્‍યે થશે. બીજા દિવસે તો ૬ ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે હનુમાન જયંતી નિમિતે દર્શનીય શોભાયાત્રા રણમુકતેશ્વર મંદિરેથી નીકળી રણછોડરાયજીની મઢીએ જશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.

 

 

(11:38 am IST)