Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ડ્રગ્‍સ,ગેરકાયદે હથિયાર, ગેરકાયદે દબાણો સામે રણનીતિ ઘડવા મહત્‍વની બેઠકનો પ્રારંભ

મુખ્‍મંત્રી અને ગૃહમંત્રીની વિશેષ ઉપસ્‍થિતવાળી બેઠકમાં મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર પણ માસ્‍તર પ્‍લાન અંગે ની વિગતો આપી રહ્યા છે :આઇબી વડા અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા અપાતી ઈનપુટ ખૂબ મહત્‍વની હોવાથી તેના પર તાકીદે કાર્યવાહી કરવા પણ આદેશ અપાયા :ઉતર સૌરાષ્‍ટ્રના વડા આઇજી અશોક કુમાર યાદવ, દ્વારકા એસપી નિતેશ પાંડે, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ વિગેરે દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની બ્‍લુ પ્રિન્‍ટ સાથે લોકોને જાગૃત કરવાની કામગીરીની વિગતો આપશે જશદણ-ગોંડલ મોરબી-પોરબંદર અમરેલી-સાવરકુંડલા જુનાગઢ-વેરાવળ જામનગર-ખંભાળીયા

રાજકોટ, તા.૨૭: ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્‍સ , ગેર કાયદે હથિયારો, બનાવટી નોટો, ગેરકાયદે દબાણોની વધતી જતી ઘટનાઓથી ચિંતિત ગ્રહ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગરમા ટોચના અધિકારીઓની એક બેઠક યોજી ફૂલપ્રૂફ માસ્‍ટર પ્‍લાન માટેની રણનીતિ ઘડવા ચાલી રહયાનું ટોચના સૂત્રો જણાવે છે.     

  ગૃહમંત્રાલયમાં ચાલી રહેલ આ બેઠકમાં મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, રાજ્‍ય કક્ષાના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસીહમા કોમાર, આઇબી વડા અનુપમસિંહ ગેહલોત, રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવ, દ્વારકા એસપી નિતેશ પાંડે, જામનગર એસપી પ્રેમ સુખ ડેલું સહિત સૌરાષ્‍ટ્ર ગુજરાતના સાગર વિસ્‍તારના એસપી અને કલેકટર પણ બેઠકમાં ખાસ ઉપસ્‍થિતિ રાખવામાં આવ્‍યા છે.                                        

આગામી લોક સભા આમ આદમી પાર્ટી,કોંગ્રેસ વિગેરે કાયદો વ્‍યવસ્‍થા મુદ્દે કોઈ સવાલ ઉઠાવે તેનો જડબેસલાક મુકાબલો કરવા પણ આ બેઠક એ સંદર્ભમાં નિહાળવામાં આવી રહી છે.  બેઠકમાં નેવી, અને તટ રક્ષક દળના ટોચના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા છે.                  

અત્રે એ યાદ રહે કે સૌરાષ્‍ટ્ર ગુજરાતના સાગર કિનારા પરથી પોલીસ અને અન્‍ય એજન્‍સીઓની જાગળતિને કારણે મોટી માત્રામાં ડ્રગ્‍સ પકડાયા બાદ ગાંધીનગર ચોકી ઉઠ્‍યું હતું, સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા તથા આસપાસ અને હર્ષદ માતા મંદિર નજીક જે રીતે ગેરકાયદે બાંધકામો વિરૂદ્ધ બુલ ડોઝર ચલાવવાની ફરજ પડી એવું ભવિષ્‍યમાં ન બને અને તત્ર દ્વારા પ્રથમથી જ સાવચેતી રાખવા સૂચના પણ સંબંધ કર્તાઓને આપવામાં આવનાર હોવાનું ટોચના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્‍યું છે.                  

આઇબી વડા અનુપમ સિહ ગેહલોત ટીમ દ્વારા જે ઇનપુટ આગોતરી આપવામાં આવે છે , તે ખૂબ ગંભીરતાપૂર્વક લેવા અને આઇબી સાથે પોલીસ તંત્ર ઉપરાંત રેવન્‍યુ તંત્રને પણ સંકલન રાખવા સૂચના આપવામાં આવનાર છે.      

સેન્‍ટ્રલ આઇબી દ્વારા દેશ વિરોધી પ્રવળત્તિઓની મહત્‍વની ઈન પુટ સ્‍ટેટ આઇબી દ્વારા વિશેષ સંકલનથી મેળવે છે, તેનો પણ ઉપયોગ કરવા સાથે ગુજરાતમાં લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર દ્વારા જે ખાસ વિશ્વાસ પ્રોજેકટ બનાવેલ છે તેનો પણ મહત્તમ લાભ ઉઠાવવા સૂચના આપવામાં આવનાર છે.                    

 ઉતર સૌરાષ્‍ટ્ર અર્થાત્‌ રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવ દ્વારા સાગર સુરક્ષા માટે લોકોને જાગળત કરવા માટે દ્વારકા, જામનગર અને મોરબી એસપી ટીમની મદદથી જે કાર્યવાહી કરી છે તે રાજ્‍ય વ્‍યાપી બનાવવા પણ ચર્ચા થશે તેમ સૂત્રો જણાવે છે.

(11:59 am IST)