Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

માવઠાનું સંકટ હજુ યથાવત

ઉત્તરથી દ. ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની એન્ટ્રી થશે

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે

અમદાવાદ,, ગુજરાતમાં હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી ૨૯ તારીખે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ.  વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી શકે છે.  માર્ચ મહિના પછી તાપમાનમાં વધારો થશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ બાબતે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે,  આવનારા ૨૪ કલાકમાં  ગુજરાત રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી.   વાદળછાયું વાતારવણ રહેશે.  પરંતું ૨૯ માર્ચથી લઈ ૩૧ માર્ચ સુધી ગુજરાતમાં હળવા ઝાપટા પડી શકે છે. તેમજ ત્રણ દિવસમાં તાપમાનમાં પણ વધારો થશે. વેસ્ટન ડિસ્ટબન્સ બની રહ્યું છે. જેનાં કારણે  વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ૨૯ માર્ચે સૌરાષ્ટ્ર, પાટણ, કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદ પડવાની સંભાવના છે.

(1:30 am IST)