Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજપીપળા નગરપાલિકા 37 મતદાન મથકો પર સવારે 7 થી સાંજે 6 દરમિયાન સરેરાશ 66.61 ટકા મતદાન થયું

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે આજે સવારથી 37 મતદાન મથકો પર મતદાન શરૂ થયું જે સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું જેમાં  સરેરાશ 66.61 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી અધિકારી દ્વારા જાણવા મળ્યું છે  નગરપાલિકાના કુલ 29,414 મતદારો પૈકી સવારે પ્રથમ બે કલાકમાં 1561 પુરુષ મતદારોએ અને 980 સ્ત્રી મતદારો એ મતદાન કરતા કુલ 2541 મતદારોએ પોતાના મતનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર ફરજ અદા કરી હતી.આમ  પાલિકાનું મતદાન પૂર્ણ થતાં સરેરાશ 66.61 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

(10:29 pm IST)