Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ : ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ

વિરમગામ નગરપાલિકાના 9 વોર્ડ, તાલુકા પંચાયતની 20 અને જીલ્લા પંચાયતની 4 બેઠકની ચૂંટણી યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ નગરપાલિકાની 9 વોર્ડ ની કુલ 36 બેઠકો માટે કુલ 57 બુથો પર મતદાન કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકા પંચાયત ની કુલ 20 બેઠકો  અને જીલ્લા પંચાયત 4 બેઠકો સાથે કુલ 118 બુથો પર મતદાન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ,  ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. વિરમગામ નગરપાલિકામા કુલ 92 ઉમેદવારો ચૂંટણી મેદાને વિરમગામ તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો 68 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે ધાકડી ગામે મતદાન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, લોકશાહી માં મતદાન પવિત્ર ધર્મ છે,રાજકારણ અંગે આલોચના કરતા મતદાન કરો,પ્રગતિ અને વિકાસ ની રાજનીતિ કરનાર ને મતદાન કરો.
  ગુજરાત પ્રદેશ  કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને મત ના આપી શક્યા નહી. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નહીં,વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ હતી.
   અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરમગામ તાલુકામાં વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તાલુકામાં એકાદ બે ઘટનાઓ છોડીને મોટાભાગે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. દિવ્યાંગ મતદાતાઓએ લાકડીના ટેકે અને વ્હીલચેરમાં આવીને પણ મતદાન કર્યું હતું. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

(8:09 pm IST)