Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વિરમગામમાં મતદાન મથક બહાર મારામારી :બે જૂથ વચ્ચે બબાલ : પથ્થરમારો થતાં નાસભાગ : એક યુવકને ઇજા

બોગસ મતદાનના આરોપ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ

વિરમગામ : રાજ્યમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો.

વિરામગામમાં ભાજપ અને અપક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે, મામલો ઉગ્ર બનતા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. જોકે, હજુ પણ બબાલ ચાલું છે. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવાયો છે.

લોકોએ ધારાસભ્ય લાખા ભરવાડના માણસોએ મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, બોગસ મતદાનના આરોપ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

(5:47 pm IST)