Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પંચમહાલમાં કેટલા મતદારો ડ્રેસ કોડમાં આવી આશ્ચર્ય સર્જયુ

૧૦ જેટલા મતદારો સફેદ ડ્રેસ પહેલી આવ્યા

પંચમહાલ: પંચમહાલમાં મતદાન માટે કેટલાક મતદારોએ અનોખો પ્રયાસ કર્યો હતો. હાલોલના દુનિયા પ્રાથમિક શાળા મતદાન બૂથમાં કેટલાક મતદારો વ્હાઈટ ડ્રેસ કોડમાં આવ્યા હતા. મતદારોને આકર્ષવા અને શાંતિપૂર્ણ માહોલમાં વધુમાં વધુ મતદાન થાય તે મેસેજ આપવા મતદારો વ્હાઇટ ડ્રેસ કોડમાં મતદાન કરવા આવ્યા હતા. મતદારોનું એક ગ્રુપે વ્હાઇટ ડ્રેસ કોડમાં પહોંચતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. 8 થી 10 જેટલા મતદારો ડ્રેસ કોડમાં આવ્યા હતા.

ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપના ઉમેદવારો વચ્ચે જ શાબ્દિક બોલાચાલી થઈ હતી. વોર્ડ 11 માં ભાજપની પેનલના ઉમેદવારો વચ્ચે પેનલ તરફે મતદાન બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થકોએ મતદાતા કાપલીઓ ઉછાળી હતી.

(2:23 pm IST)