Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું

અમરેલી નગરપાલિકામાં 10 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, ધોળકા નગરપાલિકામાં 11 ટકા મતદાન

અમદાવાદ : રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો વહેલી સવારે પ્રારંભ થયો છે પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 10 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, ધોળકા નગરપાલિકામાં 11 ટકા, વિરમગામ નગરપાલિકામાં 12 ટકા, આણંદ નગરપાલિકામાં 10 ટકા, ડીસા નગરપાલિકામાં 12 ટકા, ભરૂચ નગરપાલિકામાં 10 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 12 ટકા, મહુવા નગરપાલિકામાં 11 ટકા, દહેગામ નગરપાલિકામાં 11 ટકા, કેશોદ નગરપાલિકામાં 12 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 11 ટકા મતદાન, નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, વિજલપોર નગરપાલિકામાં 13 ટકા, ઉંઝા નગરપાલિકામાં 11 ટકા મતદાન નોંધાયું છે.

(11:38 am IST)