Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નડિયાદના સંતરામ મંદિરે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 190માં સમાધિ મહોત્સવની થઇ ઉજવણી

હજારો કિલો સાકર-કોપરાનો આકાશમાંથી વરસાદ : પ્રસાદને ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી

નડિયાદ : જિલ્લાના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે યોગીરાજ અવધુત સંતરામ મહાજના 190માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. માન્યતા છે કે, 190 વર્ષ પહેલા સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. જેને લઇ દર વર્ષે મહાસુદ પુનમના દિવસે નડિયાદ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. આ પ્રસંગે 251 મણ સાકર અને 200 મણ કોપરાનો પ્રસાદ મીક્ષ કરી તેને આકાશમાં ઉછાળવામાં આવે છે. જે પ્રસાદને ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી કરતા હોય છે.

જોકે મહત્વની બાબત એ છેકે આ રીતે પ્રસાદ લેવાની પ્રથા હોવા છતા આજદીન સુધી કોઇ ભક્તને નુકસાન થયું નથી. કે કોઇને ઇજા થઇ હોય તેવો એકપણ બનાવ બન્યો નથી. સમાધિ મહોત્સવ ના પર્વત વર્ષમાં એકવાર નડિયાદ સંતરામ મંદિરમાં ઉજવાતા હોય છે. અને જે કોઈપણ મંદિરના મહંત હોય તેઓ અહીંયા આરતી ઉતારતા હોય છે

આ મંદિર અને પુનમનું એટલું મહત્વ છે કે, દેશ વિદેશના ભક્તો અહીં દર્શન માટે પધારે છે. મહત્વનું છે કે, મધ્ય ગુજરાતનાં અનેક લોકો વિદેશમાં સેટલ છે. તેમ છતા પણ આ પુનમે તેઓ ભુલ્યા વગર અહીં યોગીમહારાજના દર્શન કરવા માટે આવે છે. 190 વર્ષ પહેલા તેઓએ જીવતા સમાધી લીધી હતી. જો કે દર વર્ષે પુનમનાં દિવસે અહીં સેંકડો લોકો ઉમટી પડતા હોય છે. અહીંનો પ્રસાદ મળવો તેને ખુબ જ પાવન ગણવામાં આવે છે.

(10:54 pm IST)