Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

દેડિયાપાડા તાલુકાના ઓલ ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજા : એક વર્ષીય બાળકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના ઓલ ગામના બસ સ્ટેન્ડ ના વળાંકમાં ટ્રેલર ચાલકે એક્સીડન્ટ કરતા મોટરસાયકલ સવાર દંપતીને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે તેમનાં એક વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. ટેલર ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દેડિયાપાડા તાલુકાના માચ ચોકડી થી શંભુ નગર તરફ ઓલ ગામના બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં ટ્રેલર નંબર જીજે ૦૬ એ.ઝેડ. ૫૫૯૮ ના ચાલકે પોતાના કબજામાં નુ વાહન પૂર ઝડપે હંકારી લાવી સાહેદ મોટરસાયકલ નંબર જીજે ૨૨ બી. ૨૬૩૧ ને પાછળ થી ટક્કર મારી એક્સીડન્ટ કરતા કિશન ભાઈ ગુરજી વસાવાને માથાનાં ભાગે તેમજ ડાબા પગે તથા શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચાડી હતી. તથા તેમની પત્ની હંસા બેન કિશન ભાઈ વસાવાને માથાના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચાડી જ્યારે તેમના પુત્ર ધૃવ કુમાર કિશન ભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે એક વર્ષ (, રહે.ટાવલ તા. ઉમરપાડા જી. સુરત )ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે રામાભાઈ ખાતરીયા વસાવા( રહે.મોટા ડોર આંબા તા.સાગબારા જી. નર્મદા )ની આધારે ટેલર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:23 pm IST)