Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વાનારીયા નર્મદા મૈયા પ્રાગટ્ય દિવસે નર્મદા જયંતીમાં 1300 ફૂટની ચૂંદળી અર્પણ કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાનારીયા ગામે નર્મદા મૈયા ના પ્રાગટ્ય દિવસે ( નર્મદા જયંતી ) વેદનાથ મહાદેવ મંદિર વશિષ્ઠ આશ્રમમાં સનાતન ધર્મ ના ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  વાનારીયા ગામમાં સમસ્ત રહેવાસીઓ દ્વારા , પૂજય સંત શ્રી ધર્મા નંદજી મહારાજના સાનિધ્યમાં ભાથીજી મહારાજના મંદિર થી ઢોલ નગારા સાથે શોભા યાત્રામાં નાચતા ગાતા ઉત્સવ માનવતા ધર્મના જયકારો સાથે નર્મદા મૈયાને ઓઢળવાની 1300 ફૂટ ચૂંદળી બંને હાથોમાં સન્માન પૂર્વક લઈ જઈ નર્મદા મૈયાના દક્ષિણ કિનારા થી ઉત્તર કિનારા સુધી ઓઢણી ઓઢાડીને અર્પણ કરવામાં આવી.

 

આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના અગ્રણી સાધુ સંતો જેમાં પૂજય શ્રી સંત શ્રી ધરમાનંદજી મહારાજ , પૂજ્ય શ્રી ગોરધનગીરીજી મહારાજ , પૂજ્ય શ્રી નારાયણ દાસજી ,વેદનાથ મહાદેવના મંદિરના પૂજારી શ્રી ગોપાલભારતી મહારાજ , સરપંચ ઉર્મિલાબહેન તડવી , ઉપ સરપંચ રાજુભાઇ તડવી , પૂર્વ સરપંચ ચંદુભાઈ છોડલીયા , પ્રકાશભાઈ પુરોહિત , પ્રવિણ સિંહ રાઠોડ અને સર્વ ગ્રામજનોની ઉપસ્થિતમાં કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ.

નર્મદા મૈયાના ચૂંદળી ઉત્સવમાં ગામના યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

(11:06 pm IST)