Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પાંચ વર્ષ પહેલા પસંદ થયેલા ઉમેદવારોને હજુ નિમણુંક નહિ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૮ : સરકારી ભરતીમાં પેપરકાંડમાં બદનામ થયેલા સરકારના ભાગ સમાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ ર૦૧૮માં બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ અસિસ્‍ટન્‍ટની કરવામાં આવતી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ વાતને આજે પાંચ વર્ષ પુર્ણ થવા આવ્‍યા છે. આમાં પસંદગી પામેલ ઉમેદવારોને પોસ્‍ટીંગ મળ્‍યા નથી.આ ભરતી પહેલા રરર૧ અને બીજા વર્ષે ૩૦૩પ જગ્‍યાઓ માટે પરીક્ષા લેવાની થતી હતી પરંતુ વારંવાર પેપરો ફુટવાની ઘટનાઓ સરકાર સામે આવતા સરકાર ર૦રર સુધી પરીક્ષા લઇ શકી ન હતી આખરે ભારે પોલીસ બંદોબસ્‍ત અને સલામતી વચ્‍ચે ગત એપ્રિલ મહિનામાં લેવાયેલી પરીક્ષા પછી ૧૦ લાખ ઉમેદવારો પૈકી પ૮પપની યાદી બનાવવામાં આવી છ.ે

પરીક્ષામાં ઉર્તિણ થયેલા આ ઉમેદવારોની કોમ્‍પ્‍યુટર ટેસ્‍ટ પણ લેવામાં આવી ગયા છે. આમ થતા આ ઉમેદવારોને પોસ્‍ટીંગ મળ્‍યા નથી.

આ પહેલા પેપર લીંક થયું ત્‍યારે પરીક્ષાર્થીઓએ આંદોલન કરવાની ફરજ પડી હતી. અને હવે નિમણુંકની રાહ જોતાં ઉમેદવારોએ સોશ્‍યલ મિડીયામાં આંદોલન શરૂ કર્યુ હતું.સરકાર દ્વારા પાસ થયેલા ઉમેદવારોને અભિનંદન પત્રો આપ્‍યા છે. પરંતુ ઉમેદવારોની માંગણી છે. આ તમાશા બંધ કરો અને નિમણુંક પત્રો આપો હવે જાન્‍યુઆરી મહિનામાં અંતમાં આ ઉતિર્ણ થયેલ ઉમેદવારોને સરકારી કચેરીઓમાં નિમણુક આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.

ભવિષ્‍યમાં પેપરો લીંક ન થાય અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં પરીક્ષા અને પરિણામ તેમજ પોસ્‍ટીંગ સમય મર્યાદામાં થાય તેની કાળજી રાખવાના પ્રયાસો કરવામાં આવશે.

(3:53 pm IST)