Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધાનપોર ગામના માર્ગ પર ફરતા બે દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયો : દરરોજ રાત્રે રોડ પર લટાર મારતા દીપડા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં અવાર નવાર દીપડા દેખા દેતાં ગ્રામજનો ભયનાં ઓથા હેઠળ જીવી રહ્યા છે જેમાં ૨૫ તારીખે રાત્રે ગામના મુખ્ય માર્ગ ઉપર દીપડો ફરતો જોવા મળતા આવતા જતા લોકો ફફડી ઉઠ્યા હતા આમતો ૨૪ તારીખે આ રોડ પર બે દીપડા સાથે ફરતા નજરે પડ્યા હતા અને ગ્રામજનો ટુ વ્હીલ વાહન પર જાય ત્યારે દીપડા માર્ગ પર ઉભેલા હોય ગાડીની લાઈટ જોઈ રસ્તા વચ્ચે બેસી જતા હોય છે અને બે ત્રણ વાહન ભેગા થયા બાદ ત્યાંથી ચાલ્યા જાય છે તેમ ગ્રામજનો નું કહેવું છે

જોકે હજુ સુધી ગ્રામજનો એ આ બાબતે વન વિભાગને જાણ કરી નથી લેખિત જાણ કર્યા બાદ વન વિભાગ પાંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ કરશે પરંતુ હાલમાં ઘણા સમયથી ફરતા બે દીપડા ને જોઈ લોકો ફફડી રહ્યા છે

(11:16 pm IST)