Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજપીપળા માછીવાડ ગેટ પાસે સ્પામાં બેસવા બાબતે દંડા વડે મારી ધમકી આપતા ત્રણ સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માછીવાડ ગેટ પાસે નજીવી બાબતે માથાકુટ થતા એક વ્યક્તિને ત્રણ શખ્શોએ માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે

  પ્રાપ્ત માહિતી અનુસાર હિમાંશુકુમાર રશ્મિકાન્તભાઇ પટેલ,ધંધો-કોન્ટ્રાકટર (રહે,હજરપરા તા.નાંદોદ )ની ફરિયાદ મુજબ તેઓ કાદર ભાઇની ગરૂડેશ્વર ખાતે આવેલી સ્પાની દુકાન જે ગ્રાન્ડ યુનીટી કોમ્પ્લેક્ષમા આવેલ હોય હિમાંશુભાઈ ચાર-પાંચ વખત બેસવા માટે જતા હોય તે કાદર ભાઈને ગમતુ ન હતું જેથી તેમને ના પાડતા તેઓ ત્યાં જતા ન હતા પરંતુ આજ કોમ્પ્લેક્ષમાં હિમાંશુભાઈનાં માસાની સાઇટ ઓફિસ આવેલ હોય ત્યા જતા હોય જેમાં કાદર ભાઇ એ તેમની સ્પાની દુકાન પર જતા હોય તેવો ખોટો વહેમ રાખી દંડા વડે માર મારી તેમજ તેમની સાથેનાં બે અજાણ્યા માણસોએ પણ માર મારી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે કાદર ભાઇ તેમજ અન્ય બે માણસો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:14 pm IST)