Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજપીપળા નગરપાલિકા ખાતે 74 મા પ્રજાસત્તાક દીને પાલિકા ઉપ પ્રમુખ રવીભાઇ માછીના હસ્તે ધ્વજવંદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખ રવિભાઈ માછી એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ આઝાદી બાબતે સંબોધન કર્યું હતું આ ઊજવણી ટાણે પાલિકા ખાતે પાલિકા સદસ્યો અને કર્મચારીઓએ હાજર રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી

74 મા પ્રજાસત્તાક દીને પાલિકાનાં ઉપ પ્રમુખ રવિભાઈ માછીએ દેશને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ, આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી તેમણે હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી અને રાજપીપળા શહેરમાં થઈ રહેલા વિકાસના કામોમાં બાબતે વાત કરી હતી.

(11:14 pm IST)