Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હિમાચલ પ્રદેશથી સુરત મારફત ગુજરાતમાં ચરસ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

સુરત સીપી અજયકુમાર તોમર, એડી સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસ. ઑ.જી.દ્વારા વધુ એક સફળતા : પીઆઇ આર.એસ. સુવેરા, પીએસઆઈ વી. સી.જાડેજા તથા ટીમ દ્વારા નેટવર્કનો પર્દાફાશ થતાં સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી

 રાજકોટ તા.૨૮,  હિમાચલ પ્રદેશથી સુરત સહિત ગુજરાતભરમાં ડ્રગ્સ ઘુસાડવાના આંતર રાજ્ય ડ્રગ્સ માફિયાઓના કારનામા ફરી એક વખત સુરતના જાગૃત પોલીસ કમિશનર અને સુરતને ડ્રગ્સ મુકત બનાવવાનું અભિયાન ચલાવતા અજય કુમાર તોમર તથા એસ. ઓ.જી.બ્રાન્ચના પીઆઇ આર.એસ. સુવેરા તથા નાનામાં નાનાં  સ્ટાફની જહેમતથી નિષ્ફળ બનાવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવવા પામી છે.

 સુરતમા આ પહેલા પણ હિમાચલ પ્રદેશથી કેફી પદાર્થો ઘુસાડવા માટે પ્રયાસો થયેલ તે સમયે પણ પોલીસ કમિશનર દ્વારા પોતાના બીએસએફના સંપર્ક કામે લગાડી અનેકને ઝડપી લીધેલ. સીપી માફક એડી.સીપી ક્રાઇમ એન્ડ ટ્રાફિક શરદ  સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને ભૂતકાળમાં આવા અનેક ગુનેગારોને ઝડપી પાડનાર એ.સી.પી.ક્રાઈમ આર.આર. સરવૈયાના માર્ગદર્શન હેઠળ આખા નેટવર્ક ભેદવા એ. સો.જી.દ્વારા કમર કરવામાં આવેલ.

ઉપરી અધિકારીશ્રીઓની સુચના મુજબ એસ.ઓ.જી.ના પી.આઇ. આર.એસ.સુવેરા તથા પીએસઆઇ વી.સી.જાડેજા નાઓએ સુરત શહેરમાં હિમાચલ પ્રદેશથી નાર્કોટીકસ ડ્રગ્સ સપ્લાય કરતા ડ્રગ્સ માફીયાઓ ઉપર સકંજો કશી હિમાચલ પ્રદેશથી ચાલતા આ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળેલ હતી ત્યારબાદ પણ હિમાચલ પ્રદેશથી ચાલતા આ ચરસના નેટવર્ક ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી તે દરમ્યાન અમુક ઈસમો દ્વારા ટ્રેન મારફતે ડ્રગ્સની હેરાફેરી કરી સુરત શહેરમાં ઘુસાડતા હોવાની હકીકત જણાઈ આવેલ. જેથી આવી પ્રવૃતી કરતા ઈસમોની આ તરકીબને પણ નિષ્ફળ બનાવવા માટે એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી.

 વોચ રાખવામાં આવા રહેલ હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.એએસઆઇ અનિલભાઈ વિનજીભાઈ નાઓને સુરતનો એક ઈસમ હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને પોતાની ટ્રાવેલીંગ બેગમાં ચરસનો જથ્થો સંતાડી ટ્રેન મારફતે સુરત આવવાનો બાતમી હકીકત મળેલ. જે હકીકતની ટેકનીકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ.

 જે હકીકત આધારે આજરોજ તા.ર૭/૦૧/ર૦રર ના રોજ એસ.ઓ.જી.ના  પીઆઇ આર.એસ.સુવેરા તથા પીએસઆઇ વી.સી.જાડેજા તથા એએસઆઇ અનિલભાઈ વિનજીભાઈ, એએસઆઇ જલુભાઈ મગનભાઈ, એએસઆઇ હસમુખભાઈ મોહનભાઈ, એએસઆઇ ઈમ્તીયાઝ ફકરૂમોહમદ, એએસઆઇ મહેશદાન વજુભાઈ, એચસી અશોકભાઈ લાભુભાઈ, એચસી બુધાભાઈ ડાહ્યાભાઈ, એચસી  દામજીભાઈ ધનજીભાઈ, એચસી  ધવલભાઈ વાલજીભાઈ, એચસી  સહદેવસિંહ ભરતસિંહ, એચસી  જગશીભાઈ શાંતીલાલ,એચસી  અજયસિંહ મહાવીરસિંહ, એચસી  રામજીભાઈ મોહનભાઈ, પી.સી. સિકંદર બિસમીલ્લા નાઓ સાથે સુરત રેલ્વે સ્ટેશનની બહાર આર્યવેદિક ગરનાળા તરફ આવેલ કબીર હોટલની સામે જાહેર રોડ વોચ ગોઠવી આરોપી વંશ s/o નરેન્દ્ર બંસલ ઉ.વ.૧૯ રહે.ફ્લેટ નં.ડી-૨/૫૦૨ કેપીટલ ગ્રીન એપાર્ટમેન્ટ ટાઈમ સ્કવેરની બાજુમાં કેનાલ રોડ વેસુ  ઉમરા સુરત મુળ વતન ગામ કાંવટ તા.શ્રીમાધોપુર જી.સિકર (રાજસ્થાન) વાળાને પકડી પાડી ટ્રાવેલીંગ બેગની આડમાં સંતાડી રાખેલ ચરસનો જથ્થો જેનુ ચોખ્ખુ વજન ૯૯૭ ગ્રામ કિં.રૂ.૪,૯૮,૫૦૦/-, રોકડા રૂ.૪૨૦/-, મોબાઈલ ફોન નંગ-૦૧ કિં,રૂ.૫૦,૦૦૦/-, અલગ અલગ કલરના લાઈટર નંગ-૦૭, સિગારેટમાં ચરસ નાખી પીવાની ભુંગળી (ફિલ્ટર) નંગ-૦૩, wildcraft લખેલ કાળી બેગ નંગ-૦૧,  કપડા ભરેલ tommy hilfiger લખેલ ટ્રાવેલીંગ ટ્રોલી બેગ નંગ-૦૧ તમામની કિં.રૂ.૦૦/- મળી કુલ્લે  કિં.રૂ.૫,૪૮,૯૨૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ચરસનો જથ્થો આપનાર હિમાચલ પ્રદેશના ઈસમને ઝડપી પાડયા હતા.

(11:35 am IST)