Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

તારાપુરમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા: ત્રણ શખ્સોની અટકાયત

તારાપુર: ઈન્દિરાનગરીમાંથી જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમતાં ૩ શખ્સો ઝડપાતા આણંદ એસઓજી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તારાપુરના ઈન્દિરાનગરીમાં ભાથીજી મંદિર પાસે છેલ્લા બે-ત્રણ દિવસથી રાત્રિના સુમારે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળતાં પોલીસે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો.

જેમાં દાવ ઉપર મૂકેલ રોકડ રૂા. ૧૦૭૦ અને બે મોબાઈલ સહિત કુલ રૂા. ૨૦૭૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ જુગાર રમતા કનુભાઈ રમેશભાઈ જાદવ, વિજય ઉર્ફે બબો ગગનભાઈ પરમાર અને મહેશભાઈ રતિલાલ પરમાર તમામ રહે. તારાપુરનાઓને ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:52 pm IST)