Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

પીએમ મોદીએ નેત્રંગની જાહેર સભામાં બે આધિવાસીભાઇઓના નામનો ઉલ્લેખ કરી હ્રદસ્પર્શી કહાણી જણાવી 

પીએમએ કહ્યું -બે આદિવાસી દિકરાઓ જેમને મા-બાપ નથી, દિલ્હીમાં હું બેઠો હતો અને તેમને ખોટ ન થવા દીધી.. ઘર બનાવી દીધું, ઘરમાં પંખો, કમ્પ્યૂટર, ટીવી બધી વ્યવસ્થા થઇ ગઇ, એટલે આજે આ બાળકો મળવા આવ્યાં હતા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપની ડબલ એન્જીન સરકાર માત્ર જીત નહીં પરંતુ વધુ મતોથી જીત હાંસલ કરવાનો પ્રયાસો કરી રહીં છે.આ વાત ખુદ વડાપ્રધાન મોદી તેમની જાહેરસભાઓમાં વારંવાર બોલી રહ્યાં છે. વડાપ્રધાન એમ પણ કહીં રહ્યાં છે કે, તમે તો અમને જીતાડીજ દીધા છે, જીત વધુ મતોથી થવી જોઇએ. આવાજ એક પ્રસંગે વડાપ્રધાન મોદીએ નેત્રંગની જાહેર સભામાં બે આધિવાસી ભાઇઓના નામનો ઉલ્લેખ કરી તેમની હ્રદસ્પર્શી કહાણી મંચ પરથી જણાવી છે.

 વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે નેત્રંગ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી.આ જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જેમાં વડાપ્રધાને નેત્રંગની આદિવાસી પ્રજાને સંબોધતા ગુજરાત અને આદિવાસી વિસ્તાર અને તેમના લોકોના વિકાસ અંગેની અનેક વાતો કરી હતી. આદિવાસી વિસ્તાર જ્યાં ખેડૂતોને વીજળી અને પાણીની પુરતી વ્યવસ્થા ન્હોતી ત્યાં ગુજરાત સરકારે તમામ સુવિધાઓ પુરી પાડી હોવાનો દાવો કર્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, હેલીકોપટરમાંથી ઉતર્યા બાદ અહીં આવતો બે મીનિટ હું મોડો પડ્યો, કારણ કે હું આ બે બાળકોને મળવા ઉભો રહ્યો હતો. તેમણે આ બે આદિવાસી બાળકો અંગે વાત કરતા મંચ પરથી આ બન્ને ભાઇઓને હ્રદયસ્પર્શી કહાણી જણાવતા કહ્યું કે, બે આદિવાસી બાળકોને મળવુ હતુ, એકનુ નામ અવી અને બાજાનુ નામ જય... અહીંયા બેઠા હશે કદાચ... અવી નવામાં ભણે છે અને જય છઠ્ઠામાં, આ બન્ને ભાઇઓના માતા-પિતા 6 વર્ષ પહેલા બીમારીના કારણે ગુજરી ગયા હતા. આપ વિચાર કરો 6 વર્ષથી આ બે ભાઇ... જેમની તે સમયે ઉમરે હશે 8 વર્ષ અને બીજાની હશે 2 વર્ષ.. આ બે ભાઇ એક બીજાની મદદ કરે, જાતે રાંધે જાતે ખાય... ઘર નહીં કાંઇ નહીં... અને એક વીડિયો મેં જોયો અને કહ્યું કે, આ દશા....

વડાપ્રધાને વધુમાં કહ્યું, વીડિયો જોયા બાદ મેં અમારા સી.આર પાટીલને ફોન કર્યો... ભાઇ... આ બે દિકરાઓની ચિંતા આપણે કરવાની છે. તમને જાણીને આનંદ થશે કે, બે આદિવાસી દિકરાઓ જેમને મા-બાપ નથી, દિલ્હીમાં હું બેઠો હતો અને તેમને ખોટ ન થવા દીધી... ઘર બનાવી દીધું, ઘરમાં પંખો, કમ્પ્યૂટર, ટીવી બધી વ્યવસ્થા થઇ ગઇ, એટલે આજે આ બાળકો મળવા આવ્યાં હતા. મેં અમને પુછ્યું તમારે શું ભણવુ છે, એક કહેં મારે કલેકટર થવુ છે... બીજો કહે મારે એન્જીનીયર બનવુ છે.

(9:28 pm IST)