Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

નિઝરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સ્નેહલતા વસાવાની ઘરવાપસી:ફોર્મ પરત ખેંચીને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા નિઝરમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે:સ્નેહલતા વસાવા અને પરેશ વસાવાની ઘરવાપસીથી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ

તાપીની નિઝર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સ્નેહલતા વસાવા ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. સ્નેહલતા વસાવા પોતાના પતિ પરેશ વસાવા અને 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા નિઝરમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે સ્નેહલતા વસાવા અને પરેશ વસાવાની ઘરવાપસીથી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો

(7:34 pm IST)