Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંગ તડવી ફરી વિવાદમાં ફસાયા : દાદાગીરીનો વિડિઓ વાયરલ

ગ્રામજનોએ અભેસિંગ તડવીને વિકાસ મુદ્દે ઘેર્યા :ઉશ્કેરાયેલા અભેસિંગ તડવીએ લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી

અમદાવાદ : છોટાઉદેપુરના સંખેડાના ભાજપ ધારાસભ્ય અભેસિંગ તડવી ફરી વિવાદમાં ફસાયા છે. અવારનવાર દાદાગીરી કરતા અભેસિંગ તડવીનો વધુ એક દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પ્રચાર માટે અભેસિંગ તડવી તાદલજા ગામમાં પહોંચ્યાં હતા જ્યાં ગ્રામજનોએ અભેસિંગ તડવીને વિકાસ મુદ્દે ઘેર્યા હતા. જેથી ઉશ્કેરાયેલા અભેસિંગ તડવીએ લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સાથે જ ગામના સરપંચે કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલેલ્ખનીય છે કે અભેસિંગ તડવીના અગાઉ પણ અનેક દાદાગીરીના વીડિયો વાયરલ થઇ ચુક્યાં છે

(7:02 pm IST)