Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપના ઈશારે કલોલ પોલીસ કૉંગ્રેસના કાર્યકરોને ધમકાવતા હોવાનો આક્ષેપ :ચૂંટણી પંચના કમિશનરને પત્ર લખ્યો

 કાલે સંપૂર્ણ પૂરાવા સાથે ચૂંટણી અધિકારી પી ભારતીને પણ ઉગ્ર રજૂઆત કરશે:જો કોઈ પગલા લેવામાં ન આવ્યા તો ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારી

ગાંધીનગરના કલોલમાં રાજકારણ ગરમાયું છે. અહીંકોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર ચૂંટણી પંચના કમિશનરને પત્ર લખ્યો છે.સાથે આવતીકાલે ચૂંટણી અધિકારી પી ભારતીને રજૂઆત કરવાના છે. બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, ભજપના ઈશારે કલોલ પોલીસ કૉંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવી રહ્યા છે. સાથે જ આક્ષેપ કર્યો છે કે, કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને નિષ્ક્રિય રહેવા પોલીસ ધમકી આપી રહી છે.. આ અંગેના સંપૂર્ણ પૂરાવા સાથે ચૂંટણી અધિકારી પી ભારતીને ઉગ્ર રજૂઆત કરશે. અને જો કોઈ પગલા લેવામાં ન આવ્યા તો ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારી છે.

(7:01 pm IST)