Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

પીઍમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ આજે ભરૂચ, ખેડા અને સુરતમાં રેલીને સંબોધન કરશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધશેઃ અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ત્યારે ભાજપના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે મિશન મધ્ય અને દક્ષિણ ગુજરાત પર PM મોદીની નજર છે. પ્રથમ દિવસે એક રોડ શો અને ત્રણ જનસભા સંબોધશે. સૌથી પહેલાં ભરૂચના નેત્રંગમાં જનસભા સંબોધશે. ત્યારબાદ ભરૂચ બાદ ખેડામાં PM જનસભા સંબોધશે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી ભવ્ય રોડ શો કરશે. 27 કિ.મી. સુધી જનતા અને કાર્યકરો PMનું સ્વાગત કરશે. રોડ શો બાદ મોટા વરાછામાં જનસભા સંબોધશે. 

પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે ભરુચના નેત્રંગમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે ખેડા અને સાંજે સાડા છ વાગ્યે સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે કચ્છના અંજાર, ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં  રાજકીય સભા સંબોધશે. ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે.

રવિવારે પીએમ મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

રવિવારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી મોદી રવિવારે કુલ ત્રણ રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની પ્રથમ રેલી બપોરે 1 કલાકે નેત્રંગમાં યોજાવાની છે. ત્યારબાદ બપોરે 3.30 કલાકે પ્રધાનમંત્રી મોદી ખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. તો સાંજે સુરતના મોટા વરાછામાં પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભાની તમામ તૈયારીઓ ભાજપે પૂર્ણ કરી લીધી છે. 

આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ચૂંટણીમાં મુખ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સમીકરણ રસપ્રદ બની ગયા છે. તમામ પાર્ટીઓ પોતાના જીતના દાવા સાથે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 સીટો અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે. 

તો મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.

(11:05 am IST)