Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સોના પર જીએસટી વધશે તો દાણચોરી અને બે નંબરી વેપાર વધશે

સરકારે જીએસટી ત્રણ ટકાને બદલે બે ટકા કે ઝીરો ટકા કરી નાંખવો જોઇએ

રાજકોટ, અમદાવાદ,તા. ૨૭ : સોનાની આયાત જકાત ગયા અંદાજપત્રમાં માંડ ઘટીને લોકોને રાહત થઈ ત્યાં સરકારે ૩ ટકાવાળો જીએસટી ૫ ટકા કરવાની વિચારણા શરૂ કરતા મુશ્કેલી સર્જાઈ છે. ૩ ટકા જીએસટી પણ લોકોને મોંઘો લાગી રહ્યો હતો ને હવે ૫ ટકા થાય તો દાણચોરીને પ્રોત્સાહન મળશે અને બિન વિનાનો વેપાર ખૂબ વધશે, એવું ઝવેરીઓ કહે છે. ઝવેરીઓએ સરકારની આ પેરવીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ખરેખર તો સરકારે જીએસટી ત્રણ ટકાને બદલે બે ટકા કે ઝીરો ટકા કરી નાંખવો જોઈએ, એવી માગ ઊઠી છે.'

ભાયાભાઇ સાહોલિયા કહે છે કે, મોંઘી ચીજોમાં બે ટકા જેટલોય જીએસટી વધે તો તે વસ્તુ પોસાય તેવી રહેતી નથી. કારણ કે અત્યારે સોનું જે ભાવે મળે છે તેમાં નાની સરખી ખરીદી પણ એક લાખ રૂપિયાની થઇ જાય. આમ જીએસટીનો બોજ બે હજાર જેટલો વધીને પાંચ હજાર થઇ જાય એમ છે. આવી સ્થિતિમાં લોકો બિલ લેવાનો આગ્રહ નહીં રાખે એટલે બે નંબરનો વેપાર વધશે. રહી વાત પાંચ ટકા જીએસટીની તો એટલો તો ઝવેરીઓનો નફાનો માર્જિન પણ નથી તે ગ્રાહક કેવી રીતે આપશે એ મોટો સવાલ છે. ગ્રાહકો ઝવેરીઓ પાસે બિલ નહીં લેવાનો આગ્રહ રાખશે અને હરીફાઇના જમાનામાં ઝવેરીઓને ફરી જૂના યુગમાં પ્રવેશવું પડે એવી સ્થિતિ છે. સરકારને ટેકસની મહત્ત્।મ આવક કરવી હોય તો જીએસટી ફકત ૧ કે ૨ ટકા જ રાખવો જોઈએ.'

તેમણે ઉમેર્યું કે, ઝવેરાતના ધંધામાં હવે કપરાં ચઢાણ છે. ધાતુ ખૂબ મોંઘી છે, ખર્ચા વધતા જાય છે તેની સામે ઉત્પાદકોનું માર્જિન વધતું નથી અને ટેકસના તથા સરકારી નિયંત્રણોના બોજા સતત નંખાતા રહે છે. તેની સામે ઉદ્યોગ ભારે ખફા છે.'

રાજકોટના એક જથ્થાબંધ ઝવેરાત ઉત્પાદક કહે છે, સરકારે ગયા બજેટમાં આયાત જકાત ૧૨.૫૦ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા તો કરી પણ એના ઉપર અઢી ટકાની એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ અને ૧૦ ટકા સોશ્યલ વેલફેર સરચાર્જ નાંખતા જકાત ૧૦.૭૫ ટકા જેટલી થઇ ગઇ છે. જીએસટી ઉમેરતા ૧૩.૭૫ ટકા ખર્ચ ગ્રાહકને થાય છે. હવે તે ૧૫ ટકા થઇ જશે. આમ અગાઉ જયારે જકાત ઊંચી હતી ત્યારે ગ્રાહક ૧૫.૫૦ ટકા ભોગવતો અને જીએસટી વધ્યા પછી ફરી ત્યાંનો ત્યાં જ પહોંચી જશે. ગ્રાહકોને કોઇ રાહત સરકાર આપવા માગતી જ ન હોય એવી સ્થિતિ બની ગઇ છે. બીજી તરફ ઝવેરીઓ ઉપર નવા નવા નિયંત્રણો ઉમેરાય જ રહ્યા છે.'

તેમણે કહ્યું કે, ફરજિયાત હોલમાર્કિંગ પછી બિલવિનાનો ઘણો ધંધો બિલમાં કન્વર્ડ થયો હતો. હવે ફરીથી પાંચ ટકા જીએસટી થાય તો ગ્રાહકો બિલ લેવાનું ટાળશે. સરવાળે સરકારની આવક દ્યટશે. ઝવેરીઓ પણ હરીફાઇમાં ટકી રહેવા માટે ગ્રાહકોને સાથ આપે તેવું બનશે.'

નામી ઝવેરીઓને ત્યાંથી હોલમાર્ક વિનાનું ૨૨ કેરેટ સોનું ખરીદવાનું ગ્રાહક વધુ પસંદ કરશે. અગાઉ હોલમાર્ક ફરજિયાત ન હતો ત્યારે પણ આ રીતે બજારમાં સોદા થતા હતા. સરકારના નિયમો ફરીથી લોકોને એ યુગ તરફ લઇ જાય તેમ છે. એક ઝવેરી કહે છે, અમારે બિલ વિનાનો વેપાર કરવો જ નથી, પણ સરકારના નિયમો જ એટલા જાટિલ બની ગયા છે કે ગ્રાહકોની માગને તાબે થવું પડી રહ્યું છે.'

એક ઝવેરીએ સરસ વાત મૂકતા કહ્યું કે, ગ્રાહકોને સોનું ખરીદતી વખતે પાંચ ટકા જીએસટીનું ખર્ચ થાય તો તે કયારેય પરત મળવાનું નથી. વેંચે ત્યારે પણ પાંચ ટકાની નુકસાની ગણીને ચાલવાનું છે. આમ ગ્રાહક તો ૧૦ ટકા ખોટમાં સીધો જ આવી જાય છે. સરવાળે જો કોઇ ટૂંકાગાળામાં સોનું ખરીદીને વેંચી નાંખે તો ખર્ચ ખાસ્સું વધી જાય.'

ઊંચા જીએસટીને લીધે લોકો બહારના દેશોમાંથી સોનું પહેરીને પણ ઘૂસાડી શકે છે. અત્યારે પણ ખોટાં દાગીના પહેરીને ખોટું ડેકલેરેશન લખાવી દે છે, પણ પછી વિદેશથી આવે ત્યારે એટલા વજનનું સાચું સોનું પહેરીને ઘૂસાડનારા લોકો ઓછાં નથી, એમ ઝવેરીઓ કહી રહ્યા છે.'

અમદાવાદના એબી જવેલ્સના મનોજભાઇએ જણાવ્યું હતું કે જો કિંમતી ધાતુઓમાં જીએસટીમાં ૩ ટકાથી વધારીને પાંચ ટકા કરાશે તો મોટી સમસ્યા ઊભી થાય તેવા સંજોગો છે. હાલમાં પણ ત્રણ ટકા જીએસટીને ગ્રાહકો માંડ પચાવી રહ્યા છે. હવે લોકો ધીમે ધીમે ટેવાયા છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત ક્ષેત્રો રચાવા માંડ્યા છે. જે લોકો સિસ્ટમમાં ન હતા તે લોકો પણ વ્યવસાયમાં આવી રહ્યા છે. હાલમાં પણ ગ્રે માર્કેટને પ્રોત્સાહન તો મળ્યુ જ છે, પરંતુ પાંચ ટકા જીએસટી કરાશે તો ગ્રે માર્કેટમાં ધૂમ કામકાજ થશે. સરકારે હંગામી ધોરણે લાગશે કે આવક વધશે, પરંતુ સરવાળે ઘટશે. કેમ કે ધંધો વહેંચાઇ જશે, અલબત્ત્। જીએસટી સાથે કામ કરનાર વર્ગ એમને એમ જ કામ કરશે ત્યારે ગ્રાહકોને મોંદ્યુ પડશે અને ધંધો ધીમે ધીમે ગ્રે માર્કેટ બાજુ વળી જશે. બીજુ સરહદ પાર દાણચોરી વધવાની પણ પૂરેપૂરી શકયતાઓ છે. વધુમાં જેન્યુઈન વેપારીને કામ મળશે નહી અને એકંદરે સરકારની આવક દ્યટશે. ટૂંકમાં અમારી તો સરકારને ઊલ્ટાનું અર્ધો ટકો દ્યટાડવો જોઈએ તેવી વિનંતી છે. સરકાર આ બાબતે વિચારીને નિર્ણય કરે તેવી અમારી નમ્ર વિનંતી છે.'

શ્રી માણેકચોક સોનાચાંદી દાગીના બજારના પ્રમુખ પરેશભાઇ ચોકસીએ જણાવ્યુ હતુ કે, જો જીએસટી વધશે તો તેનો વધુ ભાર ગ્રાહકો પર પડશે. આ મોંઘવારીમાં પણ ગ્રાહકો ૩ ટકા જીએસટી પચાવ્યો છે. જીએસટી વધારાથી વેપારીઓને વધુ તકલીફ પડશે નહી. ખાસ કરીને નાના ગ્રાહકોને ભારે ફરક પડશે. આમ કહીએ તો ત્રણ ટકા પણ વધુ જીએસટી કહેવાય. સોના ચાંદી જેવી મોંઘી ધાતુમાં પાંચ ટકા જીએટી ઘણી વધુ કહેવાય.

(9:37 am IST)