Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

નર્મદા જિલ્લામાં શુક્રવારે 14 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1515 પર પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા શુક્રવારે 14 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં-02,હાઉસિંગ બોર્ડ -1,કન્યા શાળા-02,રજપૂત ફળીયા-1,નાંદોદના નાવરા -2,નવા રાજુવાડીયા-1,જીતનગર-1,રાજપરા 1, ગરુડેશ્વરના ટેન્ટ સીટી2,કેવડીયા-1,તિલકવાડાના CHC -1,અને ડેડીયાપાડાના ટીમ્બાપાડા-1 મળી જિલ્લામાં કુલ 10 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,13દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 14 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશન માં 60 દર્દી દાખલ છે.આજરોજ 06 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1418 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1515 પર પહોચ્યો છે. આજે વધુ 390 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:43 pm IST)
  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી)એ મોટાપાયે દરોડા શરૂ કર્યાનું જાણવા મળે છે access_time 12:51 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST