Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કારમાં ૭.૯૨ લાખની હજારની રદ થયેલી નોટો સાથે ૪ જબ્બે

વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં કૌભાંડ પકડાયું : ખંભાતના બામણવા ગામ પાસે રૂરલ પોલીસની કાર્યવાહી

આણંદ, તા. ૨૭ : ખંભાત તાલુકાના બામણવા ગામ નજીક વાહન ચેકિંગ અને પેટ્રોલીંગ દરમિયાન ખંભાત રૂરલ પોલીસે ભારત સરકાર દ્વારા ચલણમાંથી નાબુદ કરેલી એક હજારના દરની રૂ..૯૨ લાખની ચલણી નોટો સાથે કારમાં ચાર શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાત રૂરલ પોલીસ મથકના પી.આઇ આર. એન. ખાંટ તેમજ સ્ટાફના માણસો કોમ્બિંગ નાઈટ અંતર્ગત ખંભાત રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે બામણવા ચોકડી પાસે એક કાર નંબર જીજે ૦૩ એચએ ૩૧૮૩માં ચાર શખ્સો આવતા પોલીસે તેઓને અટકાવી કારની તપાસ હાથ ધરી હતી. ત્યારે કારમાંથી પોલીસને ભારત સરકાર દ્વારા ચલણમાંથી રદ કરી નાખવામાં આવેલ રૂ..૯૨ લાખની કિંમતની એક હજારના દરની નોટો મળી આવી હતી.

પોલીસે કારમાં બેઠેલા ચારેય શખ્સોની પુછપરછ કરતા રમેશ હીરાભાઈ સુથાર (રહે ખેરડી ગટકાના માર્ગ ઉપર, તા-જી રાજકોટ મૂળ રહે કેલોદ તળાવ વાળું ફળિયું તા મોરવા હડફ), અજીત મોતીભાઈ ચૌહાણ (રહે. બાવરા તળાવ ઉપર તા.મહેમદાવાદ જી.ખેડા), રમેશ પ્રતાપસિંહ પટેલ (રહે. મેખર જુના મુવાડા ફળિયુ, મોરવાહડફ, જી.પંચમહાલ) અને અલ્પેશભાઈ રમેશભાઈ ગઢવી (હાલ રહે.જામનગર, શેખ પાટીયા પાસે, માનસી હોટલ બારાડી બંધુકવાડા ફાર્મહાઉસ બાજુમાં મૂળ રહે. બેડેશ્વર ડાંગરવાડા તા.જી-જામનગર) હોવાનુ જણાવ્યું હતું.

પોલીસે રદ કરાયેલી એક હજારના દરની ચલણી નોટો બાબતે પૂછપરછ કરતા ચારેય શખ્સો કોઈ સંતોષકારક જવાબો આપી શક્યા હતા. જેથી પોલીસે ચાર મોબાઈલ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:13 pm IST)