Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

તાલુકા પંચાયત માંડલના આસી. ટી.ડી.ઓ.નો વિદાય સમારંભ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયતના આસી. તાલુકા તાલુકા વિકાસ અધિકારીનો શુક્રવારે વિદાય સમારંભ યોજાયો હતો. માંડલ તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થનાર હોઇ વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ના.ચીટનીસ, માંડલ તાલુકાના  સરપંચો, તલાટી કમ મંત્રીઓ, ડેલીગેટ, આગેવાનો સહિત સરકારી અધીકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. (તસવીર:- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(9:08 pm IST)