Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વિરમગામ તાલુકાના ગોરૈયા અને મણીપુરમાં કોવિડ-19 સંક્રમણ ફેલાતુ અટકાવવા માસ ડ્રાઇવ કરાઇ

લોકોમાં જનજાગૃતિ લાવવા માટે મદદનીશ કલેક્ટરની સુચનાથી કામગીરી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વૈશ્વિક કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા અને મણીપુર ગામમાં કોવિડ-19 સંક્રમણ ફેલાતુ અટકાવવા માસ ડ્રાઇવ કરાઇ હતી. લોકોમાં જનજાગૃતિ લાવવા માટે વિરમગામના મદદનીશ કલેક્ટરની સુચનાથી કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરીમાં મામલતદાર કચેરી, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગામના તલાટી કમ મંત્રી જોડાયા હતા

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી બચવા માટે  છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકવુ તથા માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ  રાખવું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

(8:17 pm IST)