Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજયમાં હવેથી કારખાનામાં ફાયર એનઓસી ફરજીયાત

નવા કારખાનાની મંજુરી માટે કારખાનેદારો અરજી કરે ત્યારે ફાયર એનઓસી રજૂ કરવી પડશે : લાયસન્સ તાજું કરાવતી વખતે ફાયર એનઓસી પણ રિન્યૂ કરાવવાનું રહેશે

અમદાવાદ : શ્રમ રોજગાર વિભાગે એક ઠરાવ બહાર પાડીને જણાવ્યું છે કે રાજયમાં હવેથી નવા કારખાનાની મંજુરી માટે કારખાનેદારો અરજી કરે ત્યારે તેની સાથે તેમણે સમક્ષ અધિકારી પાસેથી ફાયર એનઓસી મેળવી રજૂ કરવાનું રહેશે, કારખાનાનું લાઇસન્સ તાજું કરાવતી વખતે ફાયર એનઓસી પણ રિન્યૂ કરાવવાનું રહેશે, હાલ જે કારખાનેદારો પાસે ફાયર એનઓસી નથી તેમણે તાત્કાલિક તે મેળવી જિલ્લા કક્ષાએ ‘ડિશ’ની કચેરીએ રજૂ કરવાનું રહેશે અને ફાયર એનઓસી આપતી વેળાએ પણ સક્ષમ અધિકારીએ કાયદાના પાલનની ચોકસાઈ રાખવી પડશે.

(6:39 pm IST)