Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સુરતમાં ભાગીદારી છૂટી જતા જોબવર્ક પૂરું કરવા 34.40 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વગર અન્ય ભાગીદાર રફુચક્કર

સુરત:ભાગીદારી છુટી કર્યા બાદ ફોઇલ પ્રિન્ટનું પેન્ડીંગ જોબવર્ક પુરૂ કરવા માટે પુરો પાડેલો કાચા માલનું રૂા. 34.40 લાખનું પેમેન્ટ ચુકવ્યા વિના રફુચક્કર થઇ જનાર જુના ભાગીદાર એવા સાળા-બનેવી વિરૂધ્ધ વડોદ હાઇટેક પાર્કના કારખાનેદારે ઠગાઇની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાવી છે.
શહેરના ભાગળ-કોટસફીલ મેઇન રોડ પર ઘર નં. 9/512 માં રહેતા મનિષ અરવિંદ જરીવાલા વડોદ કેનાલ રોડ સ્થિત હાઇટેક પાર્કમાં કસીષ મેટાલીક્સ પ્રા. લિ નામે જરી અને ફોઇલ પેપર બનાવવાનું અને પ્રિન્ટ કરવાનું કારખાનું ધરાવે છે. એપ્રિલ 2017માં મહેશ બચ્ચા પ્રસાદ સાથે ભાગીદારીમાં ઉધનાના આદિત્ય ઇન્ડસ્ટ્રીય એસ્ટેટમાં લક્ષ્મી ક્રિએશન નામે ફોઇલ પ્રિન્ટનો ધંધો શરૂ કર્યો હતો અને ડિસેમ્બર 2017માં ધંધો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ મનિષે પોતાના કારખાનામાં કશીષ મેટાલીક્સ નામે ફોઇલ પ્રિન્ટનું કારખાનું શરૂ કર્યુ હતું અને તેમાં મહેશ પ્રસાદ અને તેના બનેવી અર્જુન લાલજી પ્રસાદને માર્કેટીંગ અને ઉઘરાણી માટે નોકરી પર રાખ્યા હતા. પરંતુ ધંધો પણ માર્ચ 2018માં બંધ કરી દીધો હતો. કશીષ મેટાલીક્સ નામે કારખાનું બંધ કર્યુ ત્યારે કેટલીક પાર્ટીનું કામ પેન્ડીંગ હતું. પેન્ડીંગ કામ પુરૂ કરવા નવી પેઢીના નામ અને જીએસટી નંબર સાથે મનિષે અર્જુનને પોતાના કારખાનામાં કામ કરવાની છુટ આપી હતી અને અર્જુનની મોહિત ક્રિએશનને ટુક્ડે-ટુક્ડે રૂા. 34.40 લાખનું ફોઇલ પેપર, ઇથાઇલ કેમીકલ સહિતનો કાચો માલ આપ્યો હતો.

(6:12 pm IST)