Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વલસાડ પાલિકાનું મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત

ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ એન્જિનિયર હિતેશ પટેલ, એકાઉન્ટન્ટ કાર્તિક દેસાઇ, મુન્ના ચૌહાણ સાથે સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, પોલીસ કર્મી રાજકુમાર ઉપાધ્યાય સહિતના પોલીસ કાફલાની સાથે ડિમોલિશન હાથ ધર્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ નગરપાલિકા દ્વારા બસ ડેપો વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલિશનનો ધમધમાટ જોવા મળ્યો હતો. પાલિકાએ બસ ડેપોની લાઇનની 11 દુકાનો જમીન દોસ્ત કર્યા બાદ વધુ 10 દુકાનો બહારના દબાણો તોડી પાડ્યા હતા. વલસાડના રાવ એવા ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ એન્જિનિયર હિતેશ પટેલ, એકાઉન્ટન્ટ કાર્તિક દેસાઇ, મુન્ના ચૌહાણ સાથે સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ, પોલીસ કર્મી રાજકુમાર સહિતના પોલીસ કાફલાની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયામાં મોટા પોલીસ કાફલાને જોઇ કોઇએ ચૂં કે ચા કરી ન હતી. જેના પગલે ડેપોની લાઇનની 10 દુકાનોના શેડ અને ઓટલા તેમજ દિવાલો પર જેસીબી ફરી વળ્યું હતુ. પાલિકાની આ કામગીરી શહેરભરમાં ભારે વાહવાહી સાથે ચર્ચા ચાલી હતી. આવી જ કામગીરી પાલિકા દ્વારા આગામી દિવસમાં ચાલુ રખાય એવું વલસાડના રાવ એવા સીઓ જે. યુ. વસાવાએ જણાવ્યું હતુ.

(6:12 pm IST)