Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રસ્તો ઓળંગતા પિતા-પુત્રને પુરપાટ ઝડપે જતી કારે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:એક્સપ્રેસ હાઈવે પર અનાજ કરિયાણું લઇને રસ્તો ક્રોસ કરી રહેલા પિતા-પુત્ર પૈકી પુત્રને પૂરપાટ ઝડપે ધસી આવેલી કારએ ટક્કર મારતા તેનું મોત નીપજ્યું .તું અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રસ ગાગર ગામના રહેવાસી અને હાલ વડોદરાના દુમાડ ગામે રહેતા 52 વર્ષીય ગલસિંગભાઈ નાયક છૂટક મજૂરી કરે છે. દરમિયાન તેઓ ગઈ કાલે સવારે 10 વાગ્યાના સમયે 35 વર્ષીય પુત્ર ગોપાલ સાથે દુમાડ ગામથી અનાજ કરિયાણું લઇને અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે ગોપાલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

(6:10 pm IST)