Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા માહીના ત્રણ દુધ ઉત્પાદક સભ્યોનું સન્માન

માહી દ્વારા ડો. વર્ગીસ કુરિયનના જન્મદિનની ઉજવણી ડિજિટલ માધ્યમથી કરાઇ

રાજકોટ તા. ર૭ :  ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા ડેરી ઉદ્યોગમા ડિજિટલઇાઝેશનના માધ્યમથી દૂધની કિંમતની ચુકવણી બેન્કો દ્વારા દૂધ ઉત્પાદકોના ખાતામાં સીધી જ કરાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. ભારતમાં દૂધ ઉત્પાદકોમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહીત કરવાના ભાગરૂપે વર્ષ ર૦૧૯/ર૦ ની કામગીરીના આધારે સમગ્ર ગુજરાત રાજયમાંથી માહીના ત્રણ દુધ ઉત્પાદકોની એનડીડીબી દ્વારા પસંદગી કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોની કેટેગરીમાં માહીના જામખંભાળીયા બીએમસી.ના સુદેશ્વર એમપીપીના  રઘુભાઇ બારાઇ, પોરબંદર બીએમસીના ટુકડા મીયાણી એમપીપીના વેજાભાઇ ઓડેદરા તથા કચ્છ હોડકો બીએમસીના સરલા એમપીપીના માજીદભાઇને પસંદ કરવામાં આવ્યા છે આ ત્રણેય માહીના સભાસદોને પાંચ હજારની રોકડ રકમ ઉપરાંત એનડીડીબી તરફથી ડિજિટલ મિલ્ક પ્રોડયુસર પુરસ્કારથી સન્માનિત કરાયા આ ઉપરાંત માહી કંપનીને ગુજરાત રાજયમાં પણ ડિજિટલ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

દૂધ ઉત્પાદકોનો સન્માન કાર્યક્રમ યુટયુબ થકી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અહી  માહીના ૪૦ થી વધારે બીએમસી રપ૦૦ થી વધારે એમપીપીના માહિના તમામ હોદેદારો દૂધ ઉત્પાદકો તથા કંપની સાતે સંકડાએલ લોકોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

આ ઉપરાંત નેશનલ મલ્કિ ડે નિમિતે માહી માહી મિલ્ક પ્રોડયુસર કંપનીએ ડો. કુરિયનના યોગદાનને બિરદાવવા તથા ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આજની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન કવીઝ કોમ્પીટીશનનૂં આયોજન કર્યું હતું. માહીના મુખ્ય કાર્યપાલક ડો. સંજય ગોવાણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ.

(3:40 pm IST)