Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

લાખો રૂપિયાનો ગાંજો પકડવા માટે વલસાડ એ.સો.જી. અને ભીલાડ પોલીસનું જોઇન્ટ ઓપરેશન સફળ

ઉત્ત્।રપ્રદેશમાં જન્મેલો..મહારાષ્ટ્રમાં ઉછરેલો અને ગુજરાતમાં કેફી પદાર્થ ઘુસાડવા માટે ૩ વાર ઝડપાયેલ ભલે ૭ ધોરણ પાસ હોય ગાંજા કારોબારમાં પીએચડી જેવો છે : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન તથા વલસાડ એસપી ડો.. રાજદીપ સિંહ ઝાલાની કેફી પદાર્થો સામેના અભ્યાનમાં મૂળ રાજકોટના વતની પીઆઈ વી.બી.બારડ ટીમને વધુ એક વખત જવલંત સફળતા

રાજકોટ, તા.૨૭: ઉત્તરપ્રદેશના વતની અને મહારાષ્ટ્રમાં જીવન ગુજારી ગુજરાતમાં લાખો રૂપિયાના ગાંજાનો કારોબાર કરવા માટે કુવિખ્યાત પ્રતાપસીંગ પાલ વધુ એક વખત લાખો રુપીયાના ગાંજા સાથે વલસાડ એસોજી અને ભીલાડ પોલીસના સંયકત ઓપરેશનમાં ઝડપી લેવાયેલ હોવાનું મૂળ રાજકોટના વતની અને કેફી પદાર્થો તથા અનેક સાયબર માફિયાઓને દેશના વિવિધ ભાગોમાંથી ઝડપી લેનારા પીઆઈ વી.બી. બારડેએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

સુરત રેન્જમાં વિવિધ જિલ્લાઓમાંથી કેફી પદાર્થો સામે વ્યાપક ઝુંબેશ ચલાવનાર આઇજી રાજકુમાર પાંડિયન તથા વલસાડ એસપી ડો.રાજદીપ સિહ ઝાલા દ્વારા અપાયેલ સૂચન મુજબ વાપીના ડીવાયએસપી વી.એમ.જાડેજા સાથે પરામર્શ. દ્વારા ચોક્કસ બાતમી આધારે પેટ્રોલિંગ ચલાવતા પીઆઇ વી. બી.બારડ અને પીએસઆઈ કે.જે.રાઠોડ તથા આર.બી.વાનર ટીમ દ્વારા જમીન પર છૂટેલ આરોપી પ્રતાપસીઞ પાલને ત્યાં સંયમિત ઓપરેશન હાથ ધરી ૯૭ કિલો ગાંજા કબ્જો કરી પીએસઆઈ કે.જી.રાઠોડ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ પર લેવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાખોના ગાંજાના કારોબાર અને હેરફેર કરનાર આરોપી આ અગાઉ ૨૦૧૬ તથા ૨૦૧૭મા પણ ગાંજાના કારોબારમાં ઝડપાયેલો.સાતમા ધોરણ સુધી અભ્યાસ કરનાર આરોપી પ્રતાપ સીંગ ગાંજાના કારોબારમાં પીએચડી જેવો હોવાનું 'અકિલા' સાથેની વાતચીતમાં પીઆઈ વી.બી.બારડે જણાવ્યું. છે.

(12:59 pm IST)