Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગાંધીનગરના આલમપુરામાં નિવૃત એસઆરપી જવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 5 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે આલમપુરમાં રહેતા નિવૃત એસઆરપી જવાન તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે સે-ર૯માં સંબંધીના ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી તેમના મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી .૦પ લાખની મત્તા ચોરી લીધી હતી. ઘરે પહોંચેલા નિવૃત જવાનને ઘટના અંગે જાણ થતાં ચિલોડા પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી. ચિલોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આલમપુર ગામમાં આવેલી રાજધાની વસાહતમાં મકાન નં.ર૯માં રહેતા અને એસઆરપીમાંથી નિવૃત થયેલા સત્યનારાયણ હોંશિયારસિંહ આહીર ગત તા.ર૪મીએ રાતના સમયે તેમનું મકાન બંધ કરીને પત્નિ અને ભાણી સાથે સે-ર૯માં સંબંધીને ત્યાં ગયા હતા. મકાન બંધ કરીને તેમણે ચાવી પાડોશીના ઘરે આપી હતી. દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે તેઓ ઘરે પહોંચ્યા હતા અને પાડોશી પાસેથી ચાવી લઈને દરવાજા આગળ પહોંચતાં મકાનનું લોક મારેલું નહોતું અને મકાનમાં જઈને તપાસ કરતાં ઘરનો સરસામાન વેરણછેરણ હાલતમાં પડયો હતો. જેથી તેમને ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી .૦પ લાખની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

(6:13 pm IST)