Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

થોરીમુબારક ગામે કમિજલા 48ના કોળી સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ- કમિજલા 48ના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નવી નિમણુંક આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
તસવીર- રસીક કોળી (રૂપાવટી) અમદાવાદ જીલ્લાના થોરીમુબારક ગામે કમિજલા 48ના તમામ સામાજિક આગેવનો એકત્રિત થયા હતા. કોળી સમાજમાં શિક્ષણ વધે, સમાજ આર્થિક રીતે પગભર થાય તે હેતુ દર પાંચ વર્ષે આ માળખું બદલાતું હોઇ છે. મંગળવારે પૂર્વ પ્રમુખ ધીરુભાઇ ને સેવામાંથી મુક્ત કરી એમને સમાજ વચ્ચે બિરદાવીને તેમની જગ્યાએ નવા પ્રમુખ તરીકે છેલાભાઈ ફુલજીભાઈની નિમણૂક કરવામાં આવી હતી. પૂર્વ ઉપપ્રમુખ તરીકે ગેમરભાઈ અને રામજીભાઈ ને સેવામુક્ત કરી તેમની જગ્યાએ સાગરભાઈ કોળી પટેલ અને વિરમભાઈ કોળી પટેલની વરની કરવામાં આવી હતી. મંત્રી તરીકે વડીલાલભાઈ રઘુભાઈની નિમણૂક કરવામાં આવી હતી. આજના પ્રસંગે અન્ય અગેવાનોમાં રામજીભાઈ, રમેશભાઈ, ભાઈરામભાઇ, રાયમલભાઈ, જગદીશભાઈ, પોલાભાઈ, વેલસીભાઈ, ભોપાભાઈ, ગિજુભાઈ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તાજેતરમાં જ વિરમગામ તલાટી મંડળના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવેલી છે તેમાંથી કોળી સમાજના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

(5:07 pm IST)