Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જેડબ્લુ દ્વારા રકતદાન કેમ્પ યોજી વર્ષ ગાંઠની ઉજવણી

અમદાવાદઃ જેડબ્લયુ, જે પુરૂષો માટે લકઝરી જીવનશૈલી રિટેલ સ્ટોર છે, તેમની કો૫ર્ોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે છેલ્લા ૧પ વર્ષથી તેમના વર્ષગાંઠના દિવસે, (દશેરા) પર રકતદાન શિબિરનું આયોજન કરે છે. આ વર્ષે, જેડબ્લુએ અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી અમદાવાદમાં શિબિરનું આયોજન કર્યું હતું. આ વર્ષે, રકતદાન શિબિર ખૂબ નોંધપાત્ર હતું કારણ કે કોવિડ ૧૯ કટોકટીએ રકતનો તીવ્ર પુરવઠો સર્જ્યો છે. ત્યારે અહીં કુલ ૬૬ યુનિટ રકત એકત્રિત થયું હતું. સીએમડી-જીતેન્દ્ર ચૌહાણ, એમ.ડી.-બિપીન ચૌહાણ, ઇડી અને ડીઝાઇન હેડ-સિદ્ધેશ ચૌહાણ અને સ્ટાફના અન્ય સભ્યો પણ રકતદાન કર્યું હતું. સાથી રિટેલરો અને મૂલ્યવાન ગ્રાહકો પણ તેમાં જોડાયા હતા. જેડબ્લુએ તેમની વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે બીજી બે સીએસઆર પ્રવૃતિઓ પણ હાથ ધરી હતી. અમદાવાદ પોલીસ માટે વિશેષ માસ્ક બનાવતા હતા.બીજી એક પ્રવૃત્તિમાં, જેડબ્લ્ુએ અમદાવાદ શહેરમાં જરૂરિયાતમંદ લોકોમાં પ૦૦૦ માસ્કનું વિત્તરણ કર્યું હતું.તમે શાંભવ અને સિદ્ધેશ ચૌહાણે સીએસઆર પ્રવૃત્તિઓ અંગે જણાવ્યું હતું. (તસ્વીરઃ કેતન ખત્રી અમદાવાદ)

(3:46 pm IST)