Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સ્ટાર પ્રચારકો વિ. સ્થાનીય નેતા :જંગ જામ્યો છે બરાબરનો

વિધાનસભાની પેટાચૂંટણીમાં બંને પક્ષોની આબરુ દાવ ઉપર

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ માટે સામસામે જંગ છેડાઈ ચૂકયો છે બંને પક્ષે આબરૂનો સવાલ છે ત્યારે પોતાની શાખ ટકાવી રાખવા પૂરી તાકાતથી બંને પક્ષો પ્રચારમાં એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.

કોંગ્રેસે આ પેટા ચૂંટણીના પ્રચારમાં સ્થાનિક નેતાઓને મેદાન-એ- જંગમાં ઉતાર્યા છે ત્યારે સામે ભાજપે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજય મંત્રીમંડળ ઉપરાંત રસ્ત્રીય સ્તરના નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાટે હવે માત્ર એક અઠવાડીયા જેટલો જ સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે આવી ચૂકયા છે. વાકબાણ પણ સામસામે છોડવામાં આવી રહ્યા છે,

કોંગ્રેસ અને ભાજપ ઘરે ઘરે જઈને લોકોને મત માટે અપીલ કરી રહ્યા છે તો શેરી નાટકો દ્વારા પણ લોકોને રિઝવવામાં આવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ લોકને રીઝવવા માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સભા સંબોધનથી લઈને જુદીજુદી રીતે લોકોને જાગૃત કરી રહ્યા છે. ભાજપના કેટલાક સ્ટાર પ્રચારકો બિહાર ચૂંટણીમાં વ્યાસત છે.

ભાજપ તરફથી ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મનસુખ માંડવિયા, પુરૂષોતમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, અમિત શાહ, વગેરે હરોળ માં છે. ત્યારે કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલ, અને હાર્દિક પટેલ, જીતેન્દ્ર બધેલ, મેદાનમાં ઉતાર્યા છે. આ પેટા ચૂંટણી અંગે રાજકોય વિશ્લેષકો દ્વારા માનવમાં આવી રહ્યું છે અમિત શાહ, મોદીની ગુજરાત મુલાકાત આ ચૂંટણીમાટે ફાયદો આપવી શકે તેમ છે. એમ છતાં ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સાબિત થઈ શકે તેમ છે.

(3:45 pm IST)