Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સોમથી શુક્રવારના ક્રમમાં મગફળી વેચવા ન આવેલા ખેડૂતોને ફરી શનિવારે તક

રાજકોટ તા. ર૭ : રાજયનાં નાગરિક પૂરવઠા નિગમની વ્યવસ્થા હેઠળ સરકારે ગઇકાલથી શરૂ કરેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી સુવિધાને આજે બીજા દિવસે પણ નબળો પ્રતિસાદ છે. જેટલા મેસેજ મોકલાય છે તેનાથી ઘણા ઓછા ખેડૂતો આવે છે.

જોકે ખાનગી બજારમાં ખેડૂતોને ટેકાના મણના રૂ.૧૦પપ કરતા વધુ ભાવ મળતા હોવાથી સરકાર અને ખેડૂતો બંન્ને રાજી છે.

સોમવારથી શુક્રવાર સુધીમાં જેને મગફળી લઇને આવવા માટે મેસેજ મોકલાયા હોય પણ કોઇપણ કારણસર આવેલ ન હોય તેવા ખેડૂતોને શનીવારે મગફળી વેચાણ માટે લાવવા ફરી તક અપાશે ટેકાના ભાવે ખરીદી ચાલુ રહે ત્યાં સુધી દર સોમથી શુક્રના વારામાં મેસેજ છતા મગફળી વેચવા નહી આવેલા ખેડુતોને તે અઠવાડિયાના શનિવારે એક તક મળશે નિયત શનિવારે અને મુળ વારા પ્રમાણે તેમ બન્ને વખત ગેરહાજર રહેનાર ખેડુતની નોંધણી ત્યાર પછી રદ ગણાશે.

(3:44 pm IST)