Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પ્રતાપનગર ગામે આર્મી જવાને સગીરાની છેડતી મામલે 9 શખ્સો પૈકી 2 બાળ કિશોરનો છુટકારો 7 ને જેલભેગા કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે સગીરાની છેડતીની ઘટનામાં આમલેથા પોલીસે નવ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં બે બાળ કિશોરનો જમીન પર છુટકારો થયો છે જ્યારે અન્ય સાતને જેલભેગા કરાયા છે

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતાપનગ ગામે થયેલી સગીર વયની દીકરીની છેડતીની ઘટનામાં આર્મી મેન અતુલ ભલુભાઇ વસાવાએ સીટી મારતા ફરીયાદીએ પુછેલ કે , તુ કેમ સીટી મારે છે ? ત્યારે અતુલે ફરીયાદીને જણાવેલ કે , હું સીટી મારૂ કે ગમેતે કરૂ હું આર્મીમાં છુ અમેતો મારીને જતા રહીશું તો પણ મારૂ કશુના બગડે તેમ કહી ફરીયાદી સાથ એ ઝપાઝપી કરવા લાગતા અન્ય એક ઈસમ ત્યાં દોડી આવી ફરીયાદીનો હાથ પકડી રાખતા તે વખતે દીકરી છોડાવવા આવતા અન્ય એક ઈસમે તેને ધક્કો મારી પાડી દઇ તેના હાથમાંનો મોબાઇલ ફેંકી દિધેલ ત્યારબાદ અતુલે સગીરા નો ડ્રેસ ફાડી નાખી બાકીના ઈસમો એ ભેગા થઈ ફરીયાદીને ઢીકાં પાટુનો માર મારી માથાના ભાગે એક લાકડીનો સપાટો મારી દઇ ઇજા પહોંચાડી હતી જેમાં કુલ નવ ઈસમો વિરૂદ્ધ આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો ત્યારબાદ આ તમામ ને કોર્ટે માં રજૂ કરાતાં નવ પૈકી બે નાની વયના બાળક હોય જેમને કોર્ટે છોડી મૂક્યા હતા જ્યારે બાકીના સાત પૈકી અતુલ ભલુભાઇ વસાવા,શંકર મોગલભાઇ વસાવા, નિલેશ ફેવન વસાવા, ધનવીર અરવિંદભાઇ વસાવા, અમિત ભલુભાઇ વસાવા,રોનક સતિષભાઇ વસાવા,અને સંદિપભાઇ શકરા વસાવા નાઓને જેલ ભેગા કર્યા હતા.

 

(10:53 pm IST)