Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વડોદરા:પ્રતાપ નગર રોડ નજીક નજીવી બાબતે થયેલ તકરારમાં મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: પ્રતાપ નગર રોડ જગન્નાથ કોમ્પલેક્સમાં નજીવી બાબતે તકરાર થતા મારામારી થઇ હતી.બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતાપ નગર રોડ પર જગન્નાથ કોમ્પલેક્સમાં રહેતા હર્ષિકાબેન કૌશિકભાઇ કેથવાસે વાડી પોલીસને જણાવ્યું હતું કે,ગત તા.૨૫ મી એ રાતે સાડા અગિયાર વાગ્યે હું અને મારા સંતાનો પાડોશીની છોકરીઓ સાથે રીક્ષામાં બેસીને ફરવા નીકળ્યા હતા.તે દરમિયાન અમારા કોમ્પલેક્સમાં રહેતા રાજા નાળિયા તથા જીનલબેન નાળિયા તેમના મકાનમાંથી બહાર આવીને ગાળો બોલવા લાગ્યા હતા.અમે તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.રાજા ઉશ્કેરાઇ ગયો હતો.અને તેણે મને માર માર્યો હતો.મારી દીકરીઓને જીનલ બેન તથા કમુબેને માર માર્યો હતો.તે દરમિયાન મારા  પતિ આવી જતા હુમલાખોરો ભાગી ગયા હતા.

જ્યારે સામા પક્ષે કમુબેને ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે,હું વોર્ડ નંબર - ૫ માં સફાઇ  કામદાર છું.ગઇકાલે મારો છોકરો તથા કૌશિક મોટા અવાજથી ઝઘડો કરતા હોવાથી હું નીચે ઉતરીને તેઓને છોડાવવા ગઇ હતી.કૌશિકે મને ગાળો બોલી મારા માથાના વાળ પકડીને માર માર્યો હતો.હર્ષિકાબેને પણ તેના પતિનું ઉપરાણું લઇને મારી સાથે ઝઘડો કર્યો હતો.વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાાહી હાથ ધરી છે.

(6:36 pm IST)