Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરતના વરાછા મિનીબજારમાં ઓફિસ ધરાવતો યુવાન 9.12 લાખના હીરા ખરીદી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના વરાછા મીનીબજારમાં ઓફિસ ધરાવતા કતારગામના યુવાન હીરા વેપારી પાસેથી રૂ.9.12 લાખના સીવીડી હીરા ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન-મકાન ખાલી કરી ફરાર થયેલા મોટા વરાછાના વેપારીની વરાછા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકુટ સોસાયટી મકાન નં.બી/38 માં રહેતો 27 વર્ષીય ઉજાસ ગોપાલભાઈ મોતીસારીયા વરાછા મીનીબજાર શામળ બિલ્ડીંગમાં માયરા ડીએમના નામે હીરાનો વેપાર કરે છે. તેમના મિત્ર ભાવેશ વાવડીયાની ઓફિસે આવતા અને મોટા વરાછા ડી માર્ટ પાસે ગ્રીન પ્લાઝામાં જે.ડી.કોર્પોરેશનના નામે હીરાનો વેપાર કરતા રોહિત વલ્લભભાઇ પટેલ સાથે ઓળખાણ થયા બાદ તે ગત જુલાઈ માસમાં ઉજાસની ઓફિસે આવ્યો હતો. એક વેપારીને 9 સીવીડી હીરાની જરૂર છે કહી રોહિત તે સમયે રૂ.2,50,704 ની મત્તાના 5 સીવીડી હીરા 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી લઈ ગયા બાદ રોહિતે 13 તારીખે પણ બીજા રૂ.6,60,936 ના 4 સીવીડી હીરા લીધા હતા.નિર્ધારીત સમયે ઉજાસે પેમેન્ટની માંગણી કરતા રોહિતે પહેલા વાયદા કરી બાદમાં ચેક આપ્યા હતા પણ તે રિટર્ન થયા હતા. ત્યાર બાદ પેમેન્ટ માટે ફોન કરવા છતાં રોહિત ફોન ઉપાડતો ન હોય ઉજાસે તેની ઓફિસે જઈ તપાસ કરી તો તેણે ઓફિસ બંધ કરી દીધી હતી.ત્રણ અઠવાડીયા અગાઉ રોહિત મળતા ઉજાસે પેમેન્ટની માંગણી કરી તો રીહિતે હું વિજય ઠુંમર સાથે માતાવાડી ઠુંમર જેમ્સની બાજુમાં રિતિકા એપાર્ટમેન્ટમાં ખાતું ચલાવું છું કહી રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ.5.50 લાખનું એક ગેલેક્ષી મશીન અને રૂ.2 લાખની કિંમતના બે શરીન મશીન આપવાનો તેમજ 30 સપ્ટેમ્બર સુધીમાં બાકીના રૂ.1.57 લાખ ચૂકવવાનું લખાણ લખી આપ્યું હતું.ઉજાસ રોહિતે જે સરનામું આપ્યું હતું તે જગ્યાએ મશીન લેવા ગયો તો ત્યાં રીહિત કે વિજયનું કોઈ ખાતું નહોતું.ત્યાર બાદ રોહિત ફોન ઉપાડતો ન હોય તેના ઘરે તપાસ કરી તો તે મકાન ખાલી કરી ચાલી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

(6:32 pm IST)