Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે ભક્તોની ભીડ : ભાતીગળ મેળાનો પ્રારંભ

માઇભક્તો દૂર દૂરથી પગપાળા સંઘ લઈને રાજપીપળા આવે છે અને મંદિર પર 52 ગજની ધજા ચઢાવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આસોસુદ એકમ એટલે માં શક્તિ આરાધનાનો દિવસ આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે  હરસિધ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર આવેલ છે. સંવત 1657 ની આસોસુદ એકમના રોજ આશરે  443 વર્ષ પહેલા માઁ હરસિધ્ધિ અહીંના રાજવી મહારાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા. અને મહારાજાએ ભવ્ય મંદિર બનાવ્યું હતું ત્યારથી હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રી દરમ્યાન ભાતીગળ મેળો ભરાય છે.

 નવરાત્રી દરમ્યાન રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના દરબારમાં લાખો  ભક્તો દર્શન કરવા આવે છે અને માં સહુની મનોકામના પુરી કરે છે. એટલુંજ નહિ વર્ષો થી ચાલતી આવતી પરંપરા અને ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ માં હરસિદ્ધિ સાક્ષાત વાઘ પર બિરાજમાન થઇ ને રાજપીપલા આવ્યા હતા. તેથી આ મંદિરે આજે પણ માં હરસિધ્ધિને આજના  દિવસે સિંહ પર બેસાડવામાં આવે છે. અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માતાજીને પહેરાવવામાં આવે છે. ત્યારે આજની સવારની આરતીમાં ભક્તો ની ભીડ જામે છે. મહારાજ અને રાજવી પરિવાર માતાજી ની  આરતી કરી ધન્યતા અનુભવી હતી. ત્યારથી  નવરાત્રીમાં માતાજીના મંદિરે મેળો ભરાય છે અને નવરાત્રીમાં આરતીનો મહિમા વધુ હોય છે.

આ બાબતે સુરતના રહેવાસી રશ્મિ બેન શાહે  જણાવ્યું હતું કે અમે દરવર્ષે રાજપીપળા માતાજીના દર્શન કરવા નવરાત્રીના નોરતામાં આવીયે છે.અમારા સંબંધી ઓએ રાજપીપલા માં રહે છે પહેલી વાર જયારે માતાજીના દર્શન કર્યા ત્યારે જાણે માતાજીનું રૂપ જોઉં એવું લાગે તેઓ સાક્ષાત સામે જ ઉભા હોય અને મને બોલાવશે એવો ભાસ થાય નવરાત્રી દરમયાન 9 દિવસ માતાજી ઉજ્જેનથી રાજપીપલા આવે છે. અને ભક્તો પુરી શ્રધાથી વરદાન મનોકામના માંગતા તે પુરી કરે છે.

 

(10:39 pm IST)