Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

હવે અંબાજી ચાચર ચોકમાં ગરબા નહીં રમાડવાનો નિર્ણય

કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રૂપે નિર્ણય લેવાયો

અંબાજીઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન ઘણી જાણીતી ક્લબો અને ગરબા આયોજકોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. હવે અંબાજી ચાચર ચોકમાં પણ ગરબા નહીં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં વધતા કેસને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતભરમાં મોટી સંખ્યામાં માઇભક્તો નવરાત્રી દરમિયાન અંબાજી આવતા હોય છે, તેથી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રૂપે આ નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન દર્શન માટે તંત્રની વિચારણા ચાલી રહી છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી નહીં ઉજવવાનો નિર્ણય લીધો હતો. નવરાત્રી 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉજવાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ કારણે ગુજરાતમાં પણ નવરાત્રીના આયોજનને મંજૂરી નહીં મળે એ સ્પષ્ટ થઈ ગયું છે.

(7:47 pm IST)