Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દેડીયાપાડા-મોવી હાઇવે રોડ પર ટ્રક પલટી ખવડાવી સામાનને નુકસાન કરનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મોવી હાઇવે પર ટ્રક પલટી ખવડાવી નુકશાન કરનાર ચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ડ્રાઇવર શીવદાસ ધનસીગ જાતે આડે (રહે.બીવહાપુર (મહારાષ્ટ્ર) એ તેના કબ્જામાની ટ્રક પુરઝડપે હંકારી લાવી બીજી એક ટ્રકને ઓવર ટેઇક કરવા જતા ટ્રકની સ્પીડ વધારે હોવાથી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રકને રોડની સાઇડે પલ્ટી ખવડાવી ટ્રકને તથા ટ્રકમાં ભરેલ એશીયન્ટ પેન્ટ કંપનીની લાપી (પાવડર)ની થેલીઓને નુકશાન પહોંચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

 

(10:39 pm IST)