Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

નર્મદાના HIV પીડીતો માટે રાજપીપલા સિવીલ સંકુલમાં શરૂ થયેલા ART સેન્ટરમાં હવે CD4 ટેસ્ટના સેમ્પલ લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાના HIV પીડીતો માટે રાજપીપલા સિવીલ સંકુલમાં ART સેન્ટર તા.૨૯/ ૦૬/૨૦૨૧ના રોજ ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી અમદાવાદ દ્વારા શરૂ કરવામા આવેલ છે, જેમા નવા શોધાયેલ દર્દી તથા હાલમાં અન્ય જગ્યાએ સારવાર ચાલતી હોય તેવા તમામ દર્દીઓની સારવાર હવે ART સેન્ટર રાજપીપલા ખાતે શરૂ કરવામાં આવેલ છે જેમાં ART ની સારવાર શરૂ કરવા માટે NACOની ગાઇડ લાઇન મુજબના જરૂરી ચકાસણી માટે કરવાના થતાં તમામ ટેસ્ટ જેવા કે CBC,LFT,RFT,RPR, HBSAG, HCV,RBS,X-RAY,SPUTAM/CBNAT જેવા તમામ ટેસ્ટ કરીને જિલ્લાના ART સેન્ટર ખાતેથી નિદાન કરવામાં આવે છે.
આ ART સેન્ટર નવું શરૂ કરવામાં આવ્યુ હોવાથી અન્ય ટેસ્ટ જેવા કે CD4 Test અને Viral Load Test માટે GSACS સાથે થયેલ ટેલીફોનીક ચર્ચા મુજબ દર્દીના બ્લડ સેમ્પલ જિલ્લાના ART સેન્ટર ખાતે મેળવી ART સેન્ટર જનરલ હોસ્પીટલ રાજપીપલા દ્વારા એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતેના ART સેન્ટરમાં ટેસ્ટીંગ માટે મોકલવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-જનરલ હોસ્પિટલના સિવીલ સર્જન  તરફથી જણાવાયું છે.

 

(10:36 pm IST)