Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વિરમગામ તાલુકાના ડેડીયાસણ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ડેડીયાસણ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ફરતે 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ તાલુકાના ડેડીયાસણ ગામમાં મંગળવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી સરપંચ, યુવાનો અને આગેવાનો દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ ફરતે 100 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોની દેખભાળ રાખવામાં આવશે અને વૃક્ષોને ઉછેરવામાં આવશે તેમ ડેડીયાસણ ગામના સરપંચ મુકેશભાઈ મોરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકાના ડેડીયાસણ ગામના સરપંચ, યુવાનો, આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ તેના ઉછેર માટેની પણ કાળજી કરવામાં આવી રહી છે.( તસવીર: જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:01 pm IST)