Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા યુવા મોરચા દ્વારા કોરોના વોરીયર્સને સન્માનીત કરાયા

અટલ કોમ્યુનિટી હોલ બાવળા ખાતે પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા યુવા મોરચા દ્વારા કોરોના વોરીયર્સ સન્માન કાર્યક્રમ અટલ કોમ્યુનિટી હોલ બાવળા શહેર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, અમદાવાદ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, મહામંત્રી નવદીપભાઈ ડોડીયા,  મયુરભાઈ ડાભી, જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ રણધીરસિંહ પઢેરીયા, નગરપાલિકા સદસ્યો સંગઠન હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યા હતા

(6:52 pm IST)